Thursday 8 December 2016

7th December, 2016

સુખોઈ(Su)-30MKI

-ભારત વિયેતનામ ના પાઇલટ ને સુખોઈ ઉડાવતા શીખવશે.
-સુખોઈ એ રશિયન બનાવટ નું ફાઇટર પ્લેન છે.
-સુખોઈ(Su)-30MKI એ ભારતીય વાયુ સેના પાસે રહેલ ફાઇટર પ્લેન્સ ના કાફલા માં ખૂબ મહત્વ નું સ્થાન ધરાવે છે
-આ પ્રકાર ના પ્લેન્સ ભારત-રશિયા વચ્ચે થયેલા કરાર મુજબ આ પ્લેન ની ડિઝાઇન રશિયાની સુખોઈ કંપની દ્વારા તૈયાર કરી, ભારત માં રાજ્ય(દેશ) માલિકી ની અને સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત  “હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ” નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે.
બ્રહ્મોસ (Brahmos)

-ભારત-રશિયા નું સંયુક્ત સાહસ
-તેનું નામ ભારત ની બ્રહમપુત્રા(Brah) નદી અને રશિયા ની મોસક્વા (Mos) નદી પરથી આપવામાં આવ્યું છે
-ગતિ : માક (mach)- 2.5 (માક એ અવાજ ની સાપેક્ષે ગતિ નો એકમ છે. અહી માક-2.5 એટલે અવાજ કરતાં 2.5 ગણી ગતિ )
-300 કિ.ગ્રા. વજન નો દારૂગોળો 290કિ .મી . સુધી લઈ જવાની ક્ષમતા
- જૂન, 2016 માં ભારતે “બ્રહ્મોસ” નામની સુપરસોનિક (અવાજ કરતાં વધુ ઝડપ(>330 મી/સે)) મિસાઇલ નું પરીક્ષણ સુખોઈ(Su)-30MKI પરથી સફળ રીતે કરવામાં આવ્યું હતું.

કોંકણ(Konkan)

- ભારતીય નેવી અને બ્રિટિશ નેવી દ્વારા કરવામાં આવતી સંયુક્ત નૌકાદળ કવાયત છે  
- તે મુંબઈ અને ગોવા ખાતે યોજાશે
-આ કવાયત માં ભારતીય નેવી ના MARCOS(મરીન કમાન્ડોસ) અને રોયલ મરીન્સ ભાગ લેશે
-નોંધ- ભારતના પશ્ચિમ કિનારા ના મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક ના દરિયાકિનારા ને કોંકણ નો દરિયા કિનારો કહેવામાં આવે છે
INDRA(ઇન્દ્ર)
-ઈન્ડિયા(IND) અને રશિયા(RA) વચ્ચે યોજાતી સંયુક્ત નૌકાદળ ની કવાયત છે.
-આ કવાયત 2016 માં  ડિસેમ્બર માં વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતે યોજાશે.
BRICS

-કર ચોરી નું દૂષણ દૂર કરવા માટે “BRICS” દેશો સંયુક્ત રીતે “કર માહિતી “ આપવા માટે સંમત થયા
-આ નિર્ણય મુંબઈ ખાતે યોજાયેલી BRICS દેશો ના રેવેન્યુ ના વડાઓ ની બેઠક માં લેવામાં આવ્યો
-BRICS એ બ્રાઝિલ(B), રશિયા(R), ઈન્ડિયા(I), ચીન(C) અને સાઉથ આફ્રિકા (S) એમ 5 દેશો નું જુથ છે.
-પ્રથમ BRIC બેઠક યાકાતરેનબર્ગ, રશિયા ખાતે 2009 માં યોજાઇ હતી
-સાઉથ આફ્રિકા 2010 માં આ જુથ માં જોડાયું જેથી નામ BRIC માંથી BRICS કરવામાં આવ્યું
-8મી BRICS બેઠક ઓક્ટોબર, 2016 માં ગોવા ખાતે યોજાઇ ગઈ
-9મી BRICS બેઠક ચીન માં 2017 માં યોજાશે.
ન્યુ ડેવલપમેંટ બેન્ક (NDB)
-BRICS દેશો દ્વારા “ન્યુ ડેવલપમેંટ બેન્ક(NDB)” શરૂ કરવામાં આવી છે
-જેનું વડુ મથક શાંઘાઇ, ચીન માં છે .
-તેના હાલ ના વડા ભારતીય કે. વી. કામથ છે.   
-તેની અધિકૃત મૂડી(authorized capital) $(ડોલર)100 બિલિયન(10^9) છે.
 શ્રી હસમુખભાઇ અઢીયા
ભારત ના મહેસૂલ સચિવ(રેવેન્યૂ સેક્રેટરી)
સચિન બંસલ અને બિની બંસલ

-ફ્લિપકાર્ટ ના સંસ્થાપકો કે જેમને “એશિયન ઓફ ધી યર” નો ખિતાબ આપવામાં આવ્યો છે
-આ પુરસ્કાર સિંગાપોર સ્થિત ન્યુઝપેપર “ધી સ્ટ્રેટ ટાઇમ્સ” દ્વારા આપવામાં આવે છે   
WIFEX 2016-17(વિન્ટર ફોગ એક્સપેરિમેંટ)


-ધુમ્મસ ના અભ્યાસ અને આગાહી કરવા માટે ધી વિન્ટર ફોગ એક્સપેરિમેંટ (WIFEX) 2016-17 ને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઇન્સ દ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGAI)(દિલ્હી) ખાતે મૂકવામાં આવ્યું.    

8th December, 2016


ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરની ઉડાન પર રોક
Cheetah Helicopter
Chetak Helicopter
 --- ચિત્તા અને ચેતક નામના બે લડાકુ હેલિકોપ્ટરના અવારનવાર થતા અકસ્માતના કારણે ભારતીય સૈન્ય અને વાયુસેનાના આ પ્રકારના તમામ હેલિકોપ્ટરની સુરક્ષા સબંધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેના ઉડ્ડયન  પર મનાઇ ફરમાવવામા આવી છે.
     
          ----  ભારતીય સેના પાસે ૨૮૦ જેટલા આવા હેલિકોપ્ટર છે.
·       
           ---- HAL- Hindustan Aeronautics Limited

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ- Gujarati Literature Festival

·        ----રાજ્યની સૌથી મોટી સાહિત્યિક ઘટના ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ની ચોથી સિઝન
·    
      ` ----આ કાર્યક્રમમા વિશ્વમાથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો ભાગ લેશે અને જેમાં તેમા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ ભષામાં સેશન્સ રહેશે.

લખનઉમા આજથી જુનિયર હોકી વલ્ડ કપનો પ્રારંભ
·         ---- કુલ ૧૬ ટીમો ભાગ લેશે.
·         ---- ભારતે એકમાત્ર જુનિયર હોકી વલ્ડ કપ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં જીત્યો હતો.
·         ---- જુનિયર હોકિ વલ્ડ કપ ની યજમાની ભારત ૨જી વખત કરી રહ્યું છે.
o   પ્રથમ વખત વખત ૨૦૧૩માં દિલ્હી ખાતે
·         ---- ભારતીય હોકી ટીમના કોચ – રોલેન્ટ ઓલ્ટમન્સ
·         ---- ૧૧મી વખત જુનિયર હોકિ વલ્ડ કપ રમાઇ રહ્યો છે.
·         ---- સૌથી વધુ જર્મની 6 વખત આ ટાઇટલ જીત્યુ છે.

નેશનલ જૂડો માર્શલ આર્ટ ચેંપિયનશીપ કે જે પંજાબ માં લુધિયાણા ખાતે યોજાઇ તેમાં  ગુજરાત બીજા સ્થાને રહ્યુ. 

ISRO(ઇંડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિસોર્સસેટ – 2 એ- Resourceset-2A  એ નું સફળ લોન્ચિંગ
·        ---- ભારતનો અદ્યતન રિમોટ સેન્સિંગ ઉપગ્રહ
·        ---- શ્રીહરિકોટા માં આવેલા સતિષ ધવન સ્પેસ સેંટર ખાતેના લોન્ચિંગ પેડ પરથી વર્કહોર્સ પોલાર સેટેલાઇટ
·        લોન્ચ વિહિકલ(PSLV) દ્વારા લોન્ચિંગ
·       ----  લોન્ચર – PSLV C-36
·        ---- ISRO ના અધ્યક્ષ – એ. એસ. કિરણ
·        ---- જમીન અને જળ સંસાધનોના નિયમન માટે માટે ખૂબ જ ઉપયોગી ઉપગ્રહ
રૂ. ૨૦૦૦ સુધીની ઓનલાઇન ચૂકવણી માટે ઓટીપીની જરૂર નહિ : RBI

ડીમોનેટાઇઝેશન બાદ રિઝર્વ બેંકની પહેલી મોનેટરી પોલિસી
·        ---- રેપો રેટ – 6.25 %, રિવર્સ રેપો રેટ – 5.75 %, માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસિલિટિ રેટ – 6. 75 % યથાવત
·        ---- આરબીઆઇ ના ગવર્નર – શ્રી ઊર્જીત પટેલ

રાષ્ટ્રીય પાણી દિવસ
         ---- 14 એપ્રિલ – નેશનલ વોટર ડે

         ---- બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી રાષ્ટ્રીય પાણી દિવસ તરીકે ઉજવવામાં આવશે.દામોદર વેલી, હિરાકુંડ યોજના અને અન્ય યોજનઓની વિચારધારાઓ તેમની હતી,૧૯૪૨-૪૬ દરમિયાન પાણી અને વિજળીને લગતી નિતિ બનાવવામાં તેમનો ફાળો હતો.જન કલ્યાણ માટે પાણીના સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તેનો તેમણે પ્રયત્ન કર્યો હતો.

Monday 5 December 2016

5th December, 2016

·         યુ.એ.ઇ ની ૧૬ વર્ષ ની પર્યાવરણવાદી "કેહકાશન બસુ"(Kehkashan Basu), ને આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા. તેમને આ   પુરસ્કાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમમદ યુનુસના હસ્તે "હેગ" ખાતે આપવામાં આવ્યો.કેહકાશન બસુ"(Kehkashan Basu), "ગી્ન હોપ" નામની સંસ્થા ચલાવે છે.



-યુ.એ.ઇ ની ૧૬ વર્ષ ની પરીયાવરણવાદી "કેહકાશન બસુ"(Kehkashan Basu), ને આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા. તેમને આ   પુરસ્કાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમમદ યુનુસના હસ્તે "હેગ" ખાતે આપવામાં આવ્યો.કેહકાશન બસુ"(Kehkashan Basu), "ગી્ન હોપ" નામની સંસ્થા ચલાવે છે.

Sunday 4 December 2016

Paris Climate Change Agreement

ભારતે "પેરીસ" જળવાયુ કરાર પર ૦૨/૧૦/૨૦૧૬ ના રોજ હસ્તાક્ષર કર્યા. (ગાંધીજીની ૧૪૭મી જન્મ જયંતી) આ સંધી પર સહી કરનાર ભારત ૬૨મો દેશ બન્યો. વિશ્વના કૂલ જળવાયુ પ્રદુષણમાં ભારતનો ૪.૫% હિસ્સો છે. આ સંધી તો જ અસ્તિત્વમાં આવી શકે જો તેને ૫૫ દેશો કે જે ૫૫% જળવાયુ પ્રદુષણ ફેલાવતા દેશો હોય.