Thursday 8 December 2016

7th December, 2016

સુખોઈ(Su)-30MKI

-ભારત વિયેતનામ ના પાઇલટ ને સુખોઈ ઉડાવતા શીખવશે.
-સુખોઈ એ રશિયન બનાવટ નું ફાઇટર પ્લેન છે.
-સુખોઈ(Su)-30MKI એ ભારતીય વાયુ સેના પાસે રહેલ ફાઇટર પ્લેન્સ ના કાફલા માં ખૂબ મહત્વ નું સ્થાન ધરાવે છે
-આ પ્રકાર ના પ્લેન્સ ભારત-રશિયા વચ્ચે થયેલા કરાર મુજબ આ પ્લેન ની ડિઝાઇન રશિયાની સુખોઈ કંપની દ્વારા તૈયાર કરી, ભારત માં રાજ્ય(દેશ) માલિકી ની અને સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત  “હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ” નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે.
બ્રહ્મોસ (Brahmos)

-ભારત-રશિયા નું સંયુક્ત સાહસ
-તેનું નામ ભારત ની બ્રહમપુત્રા(Brah) નદી અને રશિયા ની મોસક્વા (Mos) નદી પરથી આપવામાં આવ્યું છે
-ગતિ : માક (mach)- 2.5 (માક એ અવાજ ની સાપેક્ષે ગતિ નો એકમ છે. અહી માક-2.5 એટલે અવાજ કરતાં 2.5 ગણી ગતિ )
-300 કિ.ગ્રા. વજન નો દારૂગોળો 290કિ .મી . સુધી લઈ જવાની ક્ષમતા
- જૂન, 2016 માં ભારતે “બ્રહ્મોસ” નામની સુપરસોનિક (અવાજ કરતાં વધુ ઝડપ(>330 મી/સે)) મિસાઇલ નું પરીક્ષણ સુખોઈ(Su)-30MKI પરથી સફળ રીતે કરવામાં આવ્યું હતું.

કોંકણ(Konkan)

- ભારતીય નેવી અને બ્રિટિશ નેવી દ્વારા કરવામાં આવતી સંયુક્ત નૌકાદળ કવાયત છે  
- તે મુંબઈ અને ગોવા ખાતે યોજાશે
-આ કવાયત માં ભારતીય નેવી ના MARCOS(મરીન કમાન્ડોસ) અને રોયલ મરીન્સ ભાગ લેશે
-નોંધ- ભારતના પશ્ચિમ કિનારા ના મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક ના દરિયાકિનારા ને કોંકણ નો દરિયા કિનારો કહેવામાં આવે છે
INDRA(ઇન્દ્ર)
-ઈન્ડિયા(IND) અને રશિયા(RA) વચ્ચે યોજાતી સંયુક્ત નૌકાદળ ની કવાયત છે.
-આ કવાયત 2016 માં  ડિસેમ્બર માં વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતે યોજાશે.
BRICS

-કર ચોરી નું દૂષણ દૂર કરવા માટે “BRICS” દેશો સંયુક્ત રીતે “કર માહિતી “ આપવા માટે સંમત થયા
-આ નિર્ણય મુંબઈ ખાતે યોજાયેલી BRICS દેશો ના રેવેન્યુ ના વડાઓ ની બેઠક માં લેવામાં આવ્યો
-BRICS એ બ્રાઝિલ(B), રશિયા(R), ઈન્ડિયા(I), ચીન(C) અને સાઉથ આફ્રિકા (S) એમ 5 દેશો નું જુથ છે.
-પ્રથમ BRIC બેઠક યાકાતરેનબર્ગ, રશિયા ખાતે 2009 માં યોજાઇ હતી
-સાઉથ આફ્રિકા 2010 માં આ જુથ માં જોડાયું જેથી નામ BRIC માંથી BRICS કરવામાં આવ્યું
-8મી BRICS બેઠક ઓક્ટોબર, 2016 માં ગોવા ખાતે યોજાઇ ગઈ
-9મી BRICS બેઠક ચીન માં 2017 માં યોજાશે.
ન્યુ ડેવલપમેંટ બેન્ક (NDB)
-BRICS દેશો દ્વારા “ન્યુ ડેવલપમેંટ બેન્ક(NDB)” શરૂ કરવામાં આવી છે
-જેનું વડુ મથક શાંઘાઇ, ચીન માં છે .
-તેના હાલ ના વડા ભારતીય કે. વી. કામથ છે.   
-તેની અધિકૃત મૂડી(authorized capital) $(ડોલર)100 બિલિયન(10^9) છે.
 શ્રી હસમુખભાઇ અઢીયા
ભારત ના મહેસૂલ સચિવ(રેવેન્યૂ સેક્રેટરી)
સચિન બંસલ અને બિની બંસલ

-ફ્લિપકાર્ટ ના સંસ્થાપકો કે જેમને “એશિયન ઓફ ધી યર” નો ખિતાબ આપવામાં આવ્યો છે
-આ પુરસ્કાર સિંગાપોર સ્થિત ન્યુઝપેપર “ધી સ્ટ્રેટ ટાઇમ્સ” દ્વારા આપવામાં આવે છે   
WIFEX 2016-17(વિન્ટર ફોગ એક્સપેરિમેંટ)


-ધુમ્મસ ના અભ્યાસ અને આગાહી કરવા માટે ધી વિન્ટર ફોગ એક્સપેરિમેંટ (WIFEX) 2016-17 ને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઇન્સ દ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGAI)(દિલ્હી) ખાતે મૂકવામાં આવ્યું.    

No comments:

Post a Comment